હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર કાર ઝાડ સાથે ભટકાતા સર્જાયો અક્સ્માત,કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા વડોદરા રીફર કરાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૫.૨૦૨૪
હાલોલ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા અને વડોદરા રહેતા કર્મચારીની કારને પાવાગઢ બાયપાસ ઉપર હાલોલ ટીંબી ચોકડી થી વડાતળાવની વચ્ચે અકસ્મત સર્જાતા ઇજગ્રસ્ત ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા કંપનીના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ દવાખાને દોડી આવ્યા હતા.પાવાગઢ બાયપાસ રોડ ઉપર વડાતળાવ અને હાલોલ ની વચ્ચે આવેલી હોટલ હીલ વે નજીક આજે સાંજે એક કાર ચાલકે કાર ના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર રોડ છોડીને નીચે નાળામાં ઉતરી એક વૃક્ષ સાથે ભટકાઈ હતી જેમાં કારચાલક ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.કારચાલક વડોદરાના ધર્મેશભાઈ વસંતલાલ શાહ હોવાનું અને તેઓ હાલોલ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.જેઓ ઘોંઘબા ગયા હતા અને ત્યાંથી હાલોલ પરત આવી રહ્યા હતા ત્યારે પાવાગઢ બાયપાસ ઉપર તેઓની કાર અકસ્માત ગ્રસ્ત થઈ હતી.કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ધર્મેશભાઈ શાહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.












