કેશોદ નાં જૂના સ્વામિનારાયણ મંદિરે જલ જીલણી એકાદશી ની ઉજવણી ધામધૂમ થી ઉજવવા માં આવી હતી ભગવાન સ્વામિનારાયણ ને મંદિરમાં બનાવેલ નદીમાં નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો અને ચાર આરતી તથા એક મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી મંદિર કેશોદ નાં પુજારી ચંદુભાઈ ગોટેચા નાં જણાવ્યા મુજબ જલ જિલણી એકાદશી નાં રોજ ભગવાન નિલકંઠ વર્ણી મહારાજ ની પ્રસાદીની જગ્યા શીલ મુકામે આવેલ છે કે જ્યાં નેત્રાવતી નદીએ ચિભાડીયો મેળો ભરાય છે એવું કહેવાય છે કે આ એકાદશી નાં દિવસે નિલકંઠ વર્ણી મહારાજ દ્વારા નેત્રાવતી નદીના કિનારે ભગવાને ચીભડાં ધોઈ ને લોકો ને ઉપવાસ કરાવેલ ત્યારથી સ્વામિનારયણ સંપ્રદાય માં આ એકાદશીનું ખુબજ અનેરું મહત્વ રહેલું છે. ભાદરવા સુદ11ની એકાદશીને જલ-જીલણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે શ્રદ્ધાળુ ભક્તો ઉપવાસ સાથે આરાધના કરીને મનાવે છે. આ એકાદશી તિથિ ના દેવતા ‘વિશ્વ દેવા’ હોવાથી ભગવાન વિષ્ણુનું ઇષ્ટ પૂજા સાથો-સાથ ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. આવા દિવસે કુમાર યોગ,રાજયોગ હોવાથી જમીન મકાન વાહનના ખરીદી માં દસ્તાવેજ કરી શકાય તેમજ તમામ નવા કામનો કાર્યારંભ થઈ શકે.આવા શુભ દિવસે ઠાકોરજીને નાવ માં બેસાડીને ભક્તો દર્શન કરતા હોય છે. તેમજ ઠાકોરજીને વિશેષ રૂપમાં મિસરી ઉપરાંત દહી, કમરકાકડી વગેરે અર્પણ કરવામાં આવે છે. “ શ્રીકૃષ્ણ શરણમ્ મમ :” આ મંત્રનો અવિરત જાપ કરવા નું વિશેષ મહત્વ શાસ્ત્ર માં સમજાવેલ છે.આવા એકાદશી ના દિવસે દાન-દક્ષિણા નું કરવાનું વિશેષ મહત્વ છે. કોથમીર, ફુદીનો, આદુ, ભાજી, ગલકા, ડુંગળી-લસણ, બટાકા ખાવાનો નિષેધ ગણવામાં આવે છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










