
૮-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- વન વિભાગ દ્વારા દર વર્ષે તા.૦૨ થી ૦૮ ઓક્ટોબર દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત કચ્છ વિસ્તરણ વન વિભાગ – ભુજના તાબાની સામાજિક વનીકરણ રેન્જ રાપર દ્વારા જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિકાસવાડી પ્રા.શાળા રાપરમાં શાળામાં વક્તૃત્વ સ્પર્ધા / ચિત્ર સ્પર્ધા / નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા થયેલા ૧ થી ૩ નંબરને ઈનામ આપવામાં આવેલ તેમજ અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સહક ઈનામ વિતરણ કરી તેમજ વન્યપ્રાણીઓ તેમજ તેમજ સંરક્ષણ સંવર્ધન વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.વન વિભાગની તાલુકાની સામાજિક વનીકરણ રેન્જ દ્વારા તાલુકાકક્ષા તથા ગ્રામ્યકક્ષાએ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા QUIZ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોમાંથી વિજેતા જાહેર કરીને ૧ થી ૩ નંબરને ઈનામ આપવામાં આવ્યા હતા. અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વન વિભાગના કર્મચારી દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન વિશે સમજણ આપવામાં આવી હતી તેમ નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ હરેશ મકવાણાની યાદીમાં જણાવાયું છે.










