VALSADVALSAD CITY / TALUKO
સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ડિપ્લોમા ઈજનેરીમાં એડમિશન ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

તા. ૧લી જૂન ના રોજ બપોરે ૨ થી ૩ સુધી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ મે
સરકારી પોલીટેકનિક વલસાડ અને ACPDC ના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ડિપ્લોમા ઈજનેરીમાં એડમિશન મેળવવા માંગતા
વિદ્યાર્થીઓ માટે તા.૦૧-૦૬-૨૦૨૪ના રોજ બપોરે ૨-૦૦ થી ૩-૦૦ વાગ્યા સુધી સરકારી પોલીટેકનિક કોલેજના સેમિનાર હોલ, બ્લોક
બી (સિવિલ ડિપાર્ટમેન્ટ) ખાતે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦ તેમજ ITI પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માગતા તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.

[wptube id="1252022"]





