GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા ની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ઇડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા, રોડ રસ્તાના કામ, વિજયનગર ત્રણ રસ્તાથી વડાલી ને જોડતા હાઇવેનું કામ સત્વરે પૂર્ણ કરવા, સિંચાઈ માટેના તળાવો ભરવા, ગુહાઇ અને વણજ ડેમ આધારિત તળાવો ભરવાની યોજના, ઇડર દિવેલા સંધના ઓડિટિંગ, જાદર સહકારી જીન ના ઓડીટ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.

સંકલનના બીજા તબક્કામાં પેન્શન કેસ, સરકારી લેણાની વસુલાત અને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ ની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી. પાટીદાર, પ્રાયોજના વહિવટદારશ્રી વિશાલ સક્શેના, હિંમતનગર પ્રાંત શ્રી જયંત કિશોર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button