
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૭.૨૦૨૩
કચ્છ કડવા પાટીદાર વાડી હાલોલ ખાતે આજ રોજ પંચમહાલ જિલ્લા તેમજ હાલોલ ઈકાઈ ની લગુ ઉધોગ ભારતી ની નવી ટિમ ની વરણી નો કાર્યક્રમ યોજયો હતો.કાર્યક્ર્મ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ,કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામસરણદાસ બાપજી, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ પ્રમુખ શ્યામ સુંદર સલુજા તેમજ લઘુઉદ્યોગ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ચૌહાણ તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના હાલોલ ઈકાઈ ના પ્રમુખ રમેશભાઈ રાજાની તેમજ લઘુ ઉદ્યોગ ભારતી પંચમહાલ પ્રભારી ભીમનાથ ગીરી તેમજ લઘુ ઉદ્યોગ ભારતી સમભાગ ના પ્રમુખ જયેશભાઈ પંડ્યા,તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પંચમહાલ જિલ્લા ના જનરલ મેનેજર શક્તિસિંહ ઠાકોર, તેમજ નાના મોટા 300 થી પણ વધુ ઉદ્યોગકાર મિત્રો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા,જેમાં હાલોલ ઇકાઈ 2023-25 ના નવા પ્રમુખ મદનભાઈ ભટ્ટ તેમજ મહામંત્રી તરીકે હરેશભાઈ પટેલ ની વર્ણી કરવામાં આવેલ હતી સાથે સાથે પંચમહાલ જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ ભાવિનભાઈ તનેજા તેમજ મહામંત્રી તરીકે સચિનભાઈ શાહ ની નિમણૂક કરવામાં આવેલ હતી.જ્યારે આ સમગ્ર કાર્યક્રમ મહામંત્રી અને લગુ ઉધોગ ભારતી હાલોલના વાલી સચિનભાઈ શાહ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી પરિવારના સભ્યો નાં નેજા હેઠળ નવી ટીમની રચના કરાઈ હતી.










