
તા.૧૧.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લાના ૭૬ ગામના ૧૬૮ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને ૯૭૮૧ આવાસોના ખાતમુહુર્ત કરાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધા સભર આવાસોના ઈ-લોકાર્પણ, ઈ- ખાતમુહુર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ- ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનશ્રી દ્વારા કુલ રૂ. ૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસોના ગૃહપ્રવેશ, ખાતમુહુર્ત અને લોકાર્પણ થશે. આ કાર્યક્રમને સમાંતર દાહોદ જિલ્લાના ૭૬ ગામના ૧૬૮ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને ૯૭૮૧ આવાસોના ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૨૨ સુધીમાં કુલ ૯૨૩૦૬ આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. જેની સામે ૯૨૨૯૨ (૯૮.૯૦%) આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૧૬૦૪ આવાસો મુંજર કરેલ છે. જેની સામે ૧૧૨૭૦ (૯૭.૧૨%) લાભાર્થીઓને પ્રથમ હપ્તો રૂ. ૩૦૦૦/- આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જો લાભાર્થી પોતાનું આવાસ ૬ મહિનાની મર્યાદા માં પૂર્ણ કરશે તો તેઓને રાજ્ય સરકારશ્રી તરફ થી રૂ.૨૦૦૦૦/- વધારાની ની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે








