
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સહારા યંગ કમિટી લુણાવાડા દ્વારા સરકારી ડોક્યુમેન્ટ્સ અવેરનેસ અને સરકારી સહાય સેવા યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 28/01/2024 રવિવારના રોજ મદ્રેસા એ ગુલસને ગૌસીયા ગઢ મહોલ્લા વોર્ડ નં 2 લુણાવાડા ખાતે સરકારી ડોક્યુમેન્ટ્સ અવેરનેસ અને સરકારી સહાય સેવા યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા ગેસ કનેક્શન યોજના, આયુષ્યમાન હેલ્થ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ વગેરે સેવાઓનું કેમ્પ રાખવામાં આવ્યું હતું જેમાં 100 થી વધુ નાગરિકોએ આ કેમ્પનું લાભ લીધો હતો.
આ મેગા કેમ્પને સફળ બનાવવા ગઢ મહોલ્લા તેમજ દારુગરા મહોલ્લા વિસ્તારનાં ભાઈઓ અને બહેનો ઉપરાંત આ કેમ્પમાં લાભ લેનાર તમામ નાગરિકો, સહારા યંગ કમિટી લુણાવાડા નાં મેમ્બર અને વોલીયન્ટર નઈમ પઠાણ, મોઈન મલેક, ઈર્શાદ અરબ, લશ્કરી યંગ સર્કલ ગ્રુપ નાં મુસ્તાક અરબ, યાહયાખાન પઠાણ, રોયલ કોમ્પ્યુટર ઓપરેટર ટીમ, તૌફીક શેખ, અબ્દુલ શેખ અને સામાજિક કાર્યકર એવાં વોર્ડ નં 2 નાં જનમિત્ર મહંમદજાફર અરબ આ તમામ દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવી હતી અને આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં મહત્વનું યોગદાન આપ્યું હતું.









