GUJARAT

સરપંચ વિરુદ્ધ મૂકવામાં આવેલ અવિશ્વાસ દરખાસ્તનો પરાજય.

એકતા નગર કેવડીયા કોલોની
રિપોર્ટ- અનિશ ખાન બલુચી.

સરપંચ વિરુદ્ધ મૂકવામાં આવેલ અવિશ્વાસ દરખાસ્તનો પરાજય.

કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મેઘનાબેન રણજીતભાઈ તડવીના વિરોધ લાવેલ અવિશ્વાસની દરખાસ્તનો રકાસ.

ગરુડેશ્વર તાલુકાની કોઠી ગ્રુપ ગામ પંચાયતના સરપંચ મેઘનાબેન તડવીની વિરોધ માં પંચાયતના જ ડેપ્યુટી સરપંચ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મેઘનાબેન રણજીતભાઈ તડવીની વિરોધ મૂકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તને લઈને આજે કોઠી ગ્રામ પંચાયત ખાતે ચૂંટાયેલા સભ્યોની નિયમ મુજબ ઓળખ પરેડ અને આંગળી ઊંચી કરીને વિશ્વાસ મત હાંસીલ કરવાનો હોય  છે.

પંચાયત ના જીતેલા સભ્યો અને અવિશ્વાસની દરખાસ્ત મુકનાર સભ્યોને હાજર રાખી તાલુકા કક્ષાએથી અધ્યક્ષ સ્થાને આવેલ રજનીકાંતભાઈ તડવી  અને તલાટી જોશી સાહેબે અવિશ્વાસની દરખાસ્તને લઈને પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ઓળખ પરેડ અને સભ્યોને સરપંચની તરફેણમાં અને અવિશ્વાસની દરખાસ્ત લાવનાર ની તરફેણમાં આંગળી ઉંચી કરાવતા સરપંચની તરફેણમાં છ(૬) સભ્યોએ આંગળી ઊંચી કરીને સમર્થન આપ્યું અને અવિશ્વાસની દરખાસ્ત લાવનાર તરફે આઠ(૮) સભ્યોએ આંગળી ઊંચી કરતા એક તૃતીયાંશ બહુમતીથી સરપંચને સમર્થન મળતા અધ્યક્ષ સ્થાને બેઠેલા તલાટી અને તાલુકા ખાતેથી આવેલા રજનીકાંત ભાઈયે મેઘનાબેન રણજીતભાઈ તડવીને કોઠી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદે યથાવત રહેશે એવુ જાહેર કરવામાં આવ્યુ.

[wptube id="1252022"]
Back to top button