
તા.૦૧.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા આજરોજ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા આજરોજ તાલીમ વર્ગમાં તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ પોતાનો આત્મવિશ્વાસ વધે અને જે શીખ્યા છે તે કેટલું ગ્રહણ કર્યું છે તે ભાવનાથી નવોદય પ્રવેશ પરીક્ષામાં સંદર્ભમાં ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ અને સારો દેખાવ કર્યો હતો. તમામને તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ અભિનંદન પાઠવ્યા હતા.









