

આજરોજ વરિષ્ઠ અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગના નેતૃત્વ હેઠળ શિનોર ખાતે પોસ્ટ ઓફીસ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનો લાભ એક જ છત હેઠળ મળે તે માટે રાષ્ટ્રીય ડાક સપ્તાહ અને અંત્યોદય દિવસ તેમજીજ ડાક કોમ્યુનીટી ડેવલોપમેન્ટ પ્રોગામ અંતર્ગત “ડાકચૌપાલ” નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અતિથિ તરીકે એપીએમસી ચેરમેન સચીન પટેલ .શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન વસંતકુમાર રાય .વડોદરા જીલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત, વરિષ્ઠ અધિક્ષક ડાકઘર વડોદરા પૂર્વ વિભાગ વડોદરા નાં મીતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને મીતાબેન શાહ દ્વારા ટપાલ વિભાગથી લોકોને થતા ફાયદા ઓ વિશે પણ માર્ગદર્શન આપ્યું અને ડાક વિભાગમાં ચાલતી વિવિધવિમા યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. ભારતીય ટપાલ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ ડાક કોમ્યુનીટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પોસ્ટઓફીસની દરેકસેવાઓ એક જ સ્થળેમળીરહેતવુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના ભાગરૂપે અંત્યીદય શ્રમિક સુરક્ષા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન સેવા યોજનાના લાભાર્થીઓને પણ
પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપીને બિરદાવવામાં આવ્યા હતા.
ફૈઝ ખત્રી ..શિનોર









