GUJARATNAVSARIVANSADA

વાંસદા:વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ ,વાંસદા

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ.
…………..

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત તાલુકા કારોબારી સમિતિની મિટિંગ ગુજરાત કૉંગેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાના અઘ્યક્ષ સ્થાને વાંદરવેલા ખાતે યોજાઈ હતી. આ કારોબારી બેઠકમાં મંડળો અને સેક્ટરો બનાનવવી રચના કરવા માટેની ચર્ચા કરી વાંસદા તાલુકાના સાત મંડળોના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિજ મકવાણા એ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ અને અનંત પટેલના પડખે ઉભા રહ્યા છે. ગુજરાતમાં આંદોલનો પર્યાય બની રહેલા વાંસદા તાલુકાના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને બિરદાવુ છુ . કોંગ્રેસ હંમેશા અન્યાય સામે ન્યાયની લડત ચલાવે છે.

વધુમાં વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વાંસદા – ચીખલીના કાર્યકર્તાઓએ કમર કસી લીધી છે કે ૨૦૨૪ માં કોંગ્રેસનો ઝંડો લહેરાવશું.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના પ્રભારી તરુણભાઈ વાઘેલા,જિલ્લા પ્રમુખ શૈલેષભાઇ,કિશનભાઈ પટેલ,મહામંત્રી ધર્મેશભાઈ પટેલ,તાલુકા પ્રમુખ નિકુંજ પટેલ, ધર્મેશ ભોયા,બારૂકભાઈ,મગનભાઈ, અંજનાબેન,અર્ચનાબેન,મનીષ પટેલ,ધનજીભાઈ,ઠાકોરભાઈ,
હસમુખભાઈ,સરપંચશ્રી અનિલભાઈ ,નિહરિકાબેન, ગણેશભાઈ,જયંતીભાઈ,નવીનભાઈ,નિત કુંનબી,રાજીત પાનવાલા, જગુભાઈ,સઇદભાઈ, રાજુભાઈ ભગવતીબેન ,મિતલબેન, કેતનભાઈ તથા કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

બોક્ષ..
…………….
વાંસદા એ દક્ષિણ ગુજરાતમાં આંદોલનનું પર્યાય બની રહેલું છે અને કોંગ્રેસ હંમેશા અન્યાયની સામે ન્યાયની લડત ચલાવે છે. – ઋત્વિજ મકવાણા
…………

[wptube id="1252022"]
Back to top button