NANDODNARMADA

રાજપીપલા કરજણ નદીમાં ડૂબેલા ત્રણ લોકોને NDRF ની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી

રાજપીપલા કરજણ નદીમાં ડૂબેલા ત્રણ લોકોને NDRF ની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ડિઝાસ્ટર રિસોપન્સ ફોર્સ(NDRF)ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના કરજણ ઓવારા પાસે પૂર આધારિત મોકડ્રીલ યોજાઈ

એક વ્યક્તિ ઉંડા પાણીમાં ડૂબી જતાં NDRFના ડીપ ડ્રાઈવર્સે ગણતરીની મિનિટોમાં જ શોધી કાઢી સ્થળ પર પ્રાથમિક સારવાર આપી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડ્યો

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવેલી ૬ નંબરની બટાલિયન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF) વડોદરા અને નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા નાંદોદ તાલુકામાંથી પસાર થતી કરજણ નદીમાં વધુ પાણી આવતા વધી પડેલા પ્રવાહને લીધે નદીના સામા કાંઠે ગયેલા પાંચ વ્યકિતઓ ફસાઈ ગયા હોવા અંગે ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને મળેલા કોલના આધારે પૂર આધારિત મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કરજણ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય ૦૪ લોકોની તપાસ કરતા ઉંડા પાણીમાં નહીં મળતા તાત્કાલિક જિલ્લા કલેક્ટર હસ્તકના જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને આ બનાવ અંગે જાણ કરી અન્ય લોકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે NDRFની મદદ માંગી હતી. જેથી જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આ બનાવ અંગે કલેકટર નર્મદાને જાણ કરાતા તાત્કાલિક રાજય કક્ષાએથી NDRFની ટીમને ઘટના સ્થળે મદદ માટે બોલાવાતા વડોદરા સ્થિત NDRFની ૬ નંબરની બટાલિયન ટીમ દ્વારા ઝડપભેર બનાવના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. NDRF ટીમના સેકન્ડ ઇન કમાડન્ટ રામેશ્વેર યાદવના નેતૃત્વમાં ટીમ કમાન્ડર સાથે ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા ચાર વ્યકિતઓ પૈકી 3 લોકોને સહિ સલામત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા. આ તમામ લોકોને સ્થળ પરજ પ્રાથમિક સારવાર આપી બચાવી લેવાયા હતા.

નદીમાં ફસાયેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ લાપતા થતા તેની શોધખોળ માટે NDRFની ટીમ દ્વારા ડીપ ડ્રાયવર્સ એટલે કે ગોતાખોરની મદદથી પાણીમાં ઊંડાઈ સુધી ડૂબકી લગાવી શોધખોળ કરતા તેને શોધી કાઢી પાણીમાંથી સલામત રીતે બહાર લાવી ઘટના સ્થળે મેડિકલ કેમ્પમાં સીપીઆર સહીત પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફતે ખસેડાયો હતો.

કરજણ નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા તમામ પાંચેય વ્યક્તિઓનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરાયા બાદ લોક જાગૃતિના ભાગરૂપે NDRFની ટીમો દ્વારા કરવામાં આવતી કામગીરી, ડ્રાઈવ રેસ્ક્યુ તેમજ નોન કોન્ટેક્ટ વિસ્તારોમાં ઘરમાં અને ઘરની આસપાસ ઉપલબ્ધ ચીજ વસ્તુઓના ઉપયોગ થકી સામાન્ય નાગરિકો પણ બચાવ કામગીરી કેવી રીતે કરી શકે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button