BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત કચ્છ જૂની પેન્શન યોજના તેમજ વિવિધ પડતર પ્રશ્નો અંગે આંદોલન આયોજન ઓનલાઇન બેઠક પૂર્ણ.

૨૯-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

 

ભુજ કચ્છ :- ગત વર્ષે સરકારશ્રી દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે આગામી તારીખ બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી રહી છે.આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે આગામી તારીખ *2 ઓક્ટોબર 2023* ના રોજ તમામ જિલ્લા કક્ષાએથી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી સરકારશ્રી સમક્ષ આપણી માંગણીઓ રજૂ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ક્ચ્છ જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તેમજ આપણે વિવિધ માંગણીઓ જેવી કે 2005 પહેલાના કર્મચારીઓને સરકારે સ્વીકાર્યા મુજબ તાત્કાલિક પરિપત્ર કરી, જૂની પેન્શન યોજના લાગુ કરે, હાલમાં જે NPS માં છે તે તમામ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા સરકાર નક્કર પગલાં લે, NPS માં 10% ની સામે 14% ફાળાનો ઠરાવ ટૂંક સમયમા જાહેર થાય, માતૃશકિત માટે 1998 ની પ્રસૂતિ રજા સંદર્ભે નિરાકરણ આપે, જૂના શિક્ષકોની બદલી, 4200 ગ્રેડ પે, બદલી પામેલા મિત્રોને 100% છૂટા કરવા જેવા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવા માટે એક મજબૂત આંદોલનની રાહ કંડારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું.આ સમગ્ર બેઠકનું સુકાન *જિલ્લા માધ્યમિક સરકારી અધ્યક્ષશ્રી તેમજ રાજ્ય સંગઠનમંત્રી નયનભાઈ વાંઝા* દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ *૯ સંવર્ગના રાજ્ય પ્રાંત મંત્રી તેમજ માધ્યમિક સરકારી રાજ્ય અધ્યક્ષ મૂરજીભાઇ ગઢવી સાહેબશ્રી* ની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ જિલ્લાના તમામ સંવર્ગના અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી, ઉપાધ્યક્ષશ્રી, સંગઠન મંત્રીશ્રી તેમજ જિલ્લામાં તમામ તાલુકાના અધ્યક્ષશ્રી, મંત્રીશ્રી, સંગઠનમંત્રીશ્રી તેમ જ સર્વે કારોબારી મિત્રો જોડાયા હતા. આ બેઠકની શરૂઆત *રાજ્ય પ્રતિનિધિ તૃપ્તિબેન ઠાકર* દ્વારા મા શારદે વંદનાથી કરવામાં આવી હતી.આ બેઠકમાં આગામી આયોજન અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંતમંત્રી શ્રી મૂરજીભાઇ ગઢવી એ આંદોલનની રુપરેખા સમજાવેલ હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ-કચ્છ પ્રાથમિક અધ્યક્ષ રામસંગજી જાડેજા, ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, જિલ્લા પ્રાથમિક મહામંત્રી રમેશભાઈ ગાગલ તેમજ મહિલા ઉપાધ્યક્ષ તૃપ્તિબેન ઠાકર અને રાખીબેન રાઠોડ તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા આંદોલનના ઝીણવપૂર્વક આયોજન સાથે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સંગઠન સાથે જોડાઈ આંદોલનને સફળ બનાવવા માટે સૌ શિક્ષક મિત્રો તેમજ કર્મચારીઓને બહોળી સંખ્યામાં એકત્રિત થવા આહવાન કરવામા આવશે. જીલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, ઉપાધ્યક્ષશ્રીઓ રૂપેશભાઇ સોલંકી તેમજ સુનિલભાઇ મહેશ્વરી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર તેમજ જિલ્લા માધ્યમિક સરકારી સંવર્ગ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા અને મંત્રીશ્રી શ્રીકાંત ગઢવી અને વિરેનસિંહ ધલ, સંગઠન મંત્રી પુનશીભાઈ ગઢવી અને સહ સંગઠન મંત્રી જયકુમાર જોષી, મહિલા મંત્રી ડો. મીરાબા વસણ અને કારોબારી સભ્યો ઊર્મિબેન પારેખ અને કુલદીપભાઈ આચાર્ય તેમજ પ્રાથમિક સંવર્ગ અબડાસા લખધીરસિંહ જાડેજા,અંજાર મયુરભાઈ પટેલ,અંજાર નગર રઘુભાઈ વસોયા, ગાંધીધામ ભરતભાઇ ધરજીયા, ભુજ શામજીભાઈ કેરાશિયા , રાપર નરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ રવીન્દ્રભાઈ પટેલ , લખપત નાથાભાઈ ચૌધરી, માંડવી નિલેશભાઈ અબોટી વગેરે તમામ તાલુકા અધ્યક્ષ સહિત અપેક્ષિત શિક્ષકો જોડાયા હતા.આ બેઠકમાં તમામ સંવર્ગના સર્વે પદાધિકારીઓએ પોતાના વિચારો રજૂ કરી આ આંદોલનને કઇ રીતે એક સફળ આંદોલન બનાવી શિક્ષક સહિત તમામ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને નિરાકરણ લાવવા કટિબદ્ધતા દાખવી હતી. ઓનલાઈન બેઠક ના અંતે રમેશભાઈ ગાગલ દ્વારા કલ્યાણ મંત્ર સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button