MEHSANA CITY / TALUKOVIJAPUR
વિજાપુર સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા સ્વ આત્મારામ કાકા ની 21મી પુણ્ય તિથિ ઉજવાઈ

વિજાપુર સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા સ્વ આત્મારામ કાકા ની 21મી પુણ્ય તિથિ ઉજવાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાનું સહકારી ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરનાર ભીષ્મ પિતા અને છોટે સરદાર ના ઉપનામ થી અને કાકા ના હુલામણા નામથી જાણીતા બનેલા સ્વ આત્મારામ કાકા ની 21મી પુણ્ય તિથિ નિમિતે તાલુકાના એપીએમસી ના કર્મચારીઓ તેમજ વર્તમાન ચેરમેન કાંતિ ભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન પીઆઇ પટેલ અને ધારાસભ્ય સીજે ચાવડા ની ઉપસ્થિતિ માં માર્કેટયાર્ડ માં મૂકવામાં આવેલ બાવલા ને પુષ્પાંજલિ કરવામાં આવી હતી સહકારી ક્ષેત્રે આત્મારામ કાકા એ આપેલી સેવાઓને યાદ કરવામાં આવી હતી આત્મારામ કાકા સરપંચ થી ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી અને મંત્રી સુધી પોહચ્યા હતા અને ખેડૂતો માટે લડત આપનાર વિરલ પુરુષ ને હાલમાં પણ લોકો યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યું હતુ
[wptube id="1252022"]