
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના ડોળીયાગામ થી માંડલ ગામ સુધીના રસ્તાનો રિફેન્સિંગ કરવા તાત્કાલિક ધોરણે જોબ નંબર ફાળવો : હાર્દિક જેઠવા
રાજુલા તાલુકાના ડોળીયા ગામના સામાજિક કાર્યકર યુવાન હાર્દિકભાઈ જેઠવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી નેરાજુલાના ડોળીયાગામ થી માંડલ ગામ સુધીના રસ્તાનો રિફેન્સિંગ કરવા તાત્કાલિક ધોરણે જોબ નંબર ફાળવવા પત્ર પાઠવી રજુઆત કરી જણાવ્યું હતું કે માન્ય મુખ્યમંત્રી શ્રી આપની સરકાર દ્વારા રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં સાત વર્ષ જુના રસ્તાઓને રિફેન્સિંગ કરવા માટે વર્ષ 2023 2024 હેઠળ રૂપિયા 35 કરોડ મંજુર કર્યા છે તે બદલ આપનો આભારી છું પરંતુ અમારું ગામ એટલે કે રાજુલા તાલુકાનું ડોળીયા ગામ અને અહીંથી માંડળ ગામ સુધી જવા માટે અંદાજે ચાર કિલોમીટર જેટલો રસ્તો છેલ્લા સાત વર્ષથી પણ વધારે જૂનો છે અને આપની કક્ષાએથી તેને મંજૂર કરી દીધો છે પરંતુ અમારા વિસ્તારના ધારાસભ્યની જે યાદી આવેલી છે તેમાં અમારા ગામ કે આ રસ્તા વિશેનો કોઈ ઉલ્લેખ નથી તો આપ શ્રી ને વિનંતી કરું છું કે આપના દ્વારા વહેલી તકે મંજૂરી જોબ નંબર ફાળવવામાં આવે…










