GUJARATKUTCHMANDAVI

Mundra : મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.મહતો અને phc ઝરપરા ના ડૉ. રુચિતાબેન ધુઆ ના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો.

૨૬-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા કચ્છ :- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સબ સેન્ટર ધ્રબ ની સરકારી હાઇસ્કુલ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું.
જેમાં કિશોરી ના એચ.બી ની તપાસ કરવા માં આવી હતી.આ પ્રોગ્રામ માં એડ઼ોલેસન્ટ કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલા, સી એચ ઓ ડૉ. હસનઅલી અગરિયા , ફી.હે.વ નીતુબેન મકવાણા ,આશાવર્કર કાંતાબેન, રોમતબેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. તેમજ માસિક ધર્મ અવસ્થા દરમિયાન રાખવાની થતી સાર સંભાળ વિશે માહિતી આપવામાં આવી હતી . દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યુ.
જેમા ટોટલ ૪૦ જેતલા કિશોરીઓનું એચ બી એક્સામીનેશન કરવામાં આવ્યું હતું એમાં કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું .સ્કૂલ ના આચાર્ય શ્રી ચંદ્રેશભાઈ અને સ્ટાફગણ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button