
આસીફ શેખ લુણાવાડા
Lunavada.મદની પ્રાથમિક શાળા લુણાવાડા ખાતે સ્વછતા અભિયાન યોજવામાં આવ્યું
મદની પ્રાથમિક શાળા દ્રારા તા. 30-09-2023 ના રોજ શાળામાં સ્વછતા અભિયાન યોજવામાં આવ્યુંહતું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બાળકોએ સ્વછતાના સૂત્રોના બેનર સાથે રેલીમા ભાગ લીધો હતો તેમજ શાળાના વર્ગો,શાળાની લોબી તથા સંકુલની સંપૂર્ણ સફાઈ કરી હતી અને આચાર્ય જમાલ અબ્દુલ સલામ શેખે વિદ્યાર્થીઓને સંકલ્પ કરાવ્યો હતોકે આ અભિયાન હેઠળ સ્વછતાને પ્રાથમિકતા આપીશું. આ સ્વછતા અભિયાનમાં શાળાના પ્રમુખ,હોદ્દેદારો તથા શિક્ષકો એ ભાગ લઈ સ્વછતાનું મહત્વ સમજાવ્યું હતું અને શાળા સંકુલ,જાહેરરસ્તા અને પોતાના ઘરની આસપાસ સ્વછતા રાખીશું એવો સંકલ્પ કર્યો હતો.
[wptube id="1252022"]