
રાજુલા પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન કરતા એસ.પી હિમકરસિંહ ….
યોગેશ કાનાબાર રાજુલા
આજરોજ રાજુલા પોલીસ સ્ટેશન નુંઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે રાજુલા પોલીસ સ્ટેશનને રંગબેરંગી ફુગા થી તેમજ ફૂલ અને પુષ્પથી શણગારવામાં આવેલું ક્યારે રાજુલા પોલીસ સ્ટેશનમાં આજે એક અનોખો માહોલ જોવા મળ્યો અમરેલી જિલ્લાના મુખ્ય અધિકારી એસ.પી હિમકરર્સિહ દ્વારા આજે રાજુલા પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત લેવામા આવી ત્યારે રાજુલા પોલીસ સ્ટેશનમાં નાની નાની બાળા ઓ દ્વારા કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવેલું
ત્યારે આ રાજુલા પોલીસ સ્ટેશન નો રેકોર્ડ મુજબ 95 ટકા નો રેસીયો રહેલ છે અને ખુબજ સારી કામગીરી કરવામાં આવી રહેલ છે તેમજ હવે પછી કોઈ પણ પોલીસ અધિકારી ની બદલી થશે ત્યારે મોબાઈલ નબર જે પોલીસ સ્ટેશન ના અધિકારી નો હશે તેજ નંબર રહેશે હવે મોબાઈલ નંબર બદલાશે નહિ તેમજ સ્થાનિક લોકો ને વધુ સહેલાઇ થી સંપર્ક થઈ શકે તે માટે સોશ્યલ મીડિયા ફેસબુક વિગેરે માં જાહેર કરવામાં આવશે તેવી અંતમાં એસ.પી. હિમકરસિહે જણાવેલ