આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં માલવણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે 15મી સપ્ટેમ્બર થી 15મી ઓક્ટોબર સુધી ‘સ્વછતા હી સેવા ‘ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત માલવણ ખાતે ‘સ્વછતા એજ સેવા ‘ અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો.
આજ રોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામે સ્વછતા અભિયાન કાર્યક્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું અને સ્વછતા હી સેવાનું યોગદાન આપવામાં આવ્યું હતું
આ પ્રસંગે તાલુકા ઉપ પ્રમુખ-બિપિનભાઈ પંચાલ ,વેપારી મંડળ પ્રમુખ કેતનભાઈ દાણી,સરપંચ, ડેપ્યુટી સરપંચ, જિલ્લામાંથી એ. પી. એમ -ડી,તાલુકામાંથી TLM ,તાલુકા APM ,સી. સી મિત્રો, તેમજ SBMG ના બી. સી,સી. સી.તેમજ તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા









