GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને PPE કીટ વિતરણ કરવામાં આવ્યું

આસીફ શેખ લુણાવાડા

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આગામી બે મહિના- ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને PPE કીટ વિતરણ કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે આગામી બે મહિના- ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

આજ રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા ધ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને PPE કીટ આપવામાં આવી તથા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર નીલેશભાઈ સોલંકી તથા પ્રવીણભાઈ તાવીયાડ ધ્વારા કર્મચારીઓને ભૂગર્ભ ગટરની સાફ સફાઈ અંગે તાલીમ આપવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button