બોડેલી વણીયાદ્રિ પુલ પાસે ટ્રક અને છોટાહાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી

છોટા હાથી ચાલક રમજાન ભાઈ આબદલી નું કરુણ મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ નસવાડી બોડેલી હાઇવે પર વાણીયાદ્રિ ગામે ટર્નિંગ પર છોટાહાથી તરબૂચ ભરી ગોધરા તરફજઈ રહ્યો હતો અને ટ્રક બોડેલી થઈ નસવાડી તરફ જઈ રહી બન્ને ગાડી સામ સામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં છોટાહાથી નું કેબિન નો ભાગ કચ્ચરઘાણ વળી ગયુ હતો ડ્રાઇવર અને કંડકટર ને ગંભીર ઈજા પહોંચાતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં છોટા હાથી ચાલકનું સારવાર દરમિયાન મોતની પછી હતું
ટ્રક નસવાડી તરફ઼ જઈ રહી હતી જે જમણી સાઈડની રેલીંગ તોડી અંદાજે 20 ફુટ ઉંડી ઉતરી ગઈ હતી અને ટ્રક ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો કેબીન માંથી ભારે જેહમત બાદ ક્રેન ની મદદ થી ડ્રાઇવરને બહાર કાઢવાનીમાં આવ્યો.
ટ્રક ચાલક અલ્પેશ ભાઈ ઈશ્વર ભાઈ બારીયા રહેવાસી જોટવડ ઉંમર 26 વર્ષ ને
ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યો હતો
અકસ્માત ને લઈ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અકસ્માત સર્જાતા સ્થળે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતાં
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









