BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી:માય શાનેન સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતીના અનુસંધાનમાં સ્વચ્છતા અભિયાનનું અયોજન કરવામાં આવ્યું.

આજ રોજ તા :- ૦૧/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ જે.સી.ટી ગૃપ દ્વારા સંચાલીત માય શાનેન સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતીના અનુસંધાનમાં સ્વચ્છતા અભિયાનનું અયોજન “સ્વચ્છતા હી સેવા” ની થીમ સાથે શાળાના વિદ્યાર્થીઓએ એક તારિખ, એક ઘંટા, એક સાથે” ના સ્લોગન સાથે આ અભિયાન અંતર્ગત શાળાના પટાંગણ તેમજ આજુ બાજુના રહેણાક વિસ્તારમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સફાઇ કરવામાં આવી તેમજ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય એ માટે સુચનો આપવામાં આવ્યા તથા ગામના રહીશો દ્વારા વિદ્યાર્થીઓના આ કાર્યને બિરદાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના બન્ને માધ્યમના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ સાથે-સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









