
બાળકનું માતાપિતા સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ
“ખાખી” પણ અંતે તો માણસ જ ને!!!! પ્રેમ, કરૂણા, દયા અને મૈત્રી તેનામાં પણ હોય છે.વાત જાણે એમ છે કે ટંકારા તાલુકા પોલીસ ગત્ તારીખ ૨૩/૯/૨૦૨૩ ના રોજ રાત્રે બે વાગ્યે નાઈટ પેટ્રોલીંગમાં હોય લજાઈ ચોકડીએ થી રખડતો ભટકતો એકદમ દયનીય હાલત માં છેક ઝારખંડ રાજ્યનો ચૌદ વરસનો કિશોર મળી આવ્યો હતો.જેની પ્રાથમિક પૂછપરછ કરતા ઝારખંડ પોતાનાં ઘરેથી ભાગી નિકળી ગયેલ હોવાનું અને પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ કરતો હોવાનું પોલીસની અથાગ મહેનત ના પ્રયાસો થી જાણવા મળ્યું હતું.

રાત્રે ટંકારા પોલીસ સ્ટેશને લઈ આવી ઇન્ટરનેટના માધ્યમથી ગુગલમાં સર્ચ કરી ઝારખંડ ની ચંદ્ર ધરપુર વિસ્તારની શાળાનો અને હાદુર ગામનો વિધાર્થી હોવાનું માલુમ પડયું હતું. ગુજરાતી કે હિન્દી ભાષા આવડતી ના હોય માતા પિતા કે પુરા નામ ની કોઈજ વિગત આપતો ના હોય. ટંકારા પોલીસ ની સુજબુઝ થી ઈન્ટરનેટ થકી નંબર મેળવી તપાસ કરતા આ બાળક છ દિવસ અગાઉ કોઈને કહ્યાં વગર ઘરેથી નીકળી રેલવે મારફત ગુજરાત ના ટંકારા તાલુકા મા લજાઈ ચોકડીએ આવી ગયેલ હોય જેની પુરી તપાસ કરી ઝારખંડ રાજયની સ્કુલના શિક્ષક થકી તેના માતા પિતા નો સંપર્ક કરી બાળકને સહી સલામત તેના માતાપિતાને સોંપી દેવામાં આવ્યો હતો. ટંકારા પોલીસ દ્વારા આ ગાંડા ઘેલા જેવા અજાણ્યા બાળકને નવડાવી ધોવડાવી, વાળ કાપી નવા કપડાં પહેરાવી વિધાર્થી જેવો બનાવી દિધો હતો.ટંકારા પોલીસની મનાવતા ભરી કાર્યશૈલી થી બાળકનો પરીવાર સાથે ભેટો થયો હતો. ટંકારા પોલીસ સ્ટેશન ના પ્રાંગણમાં ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા.ટંકારા પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.ધાંધલ સાહેબ અને પો.કો.બ્લોચ ભાઈ, પો.કો.સાહિદભાઈ, પો.કો.ખાલિદભાઈ અને હોમગાર્ડ જવાન અરુણભાઈ પરમાર કામગીરી જોડાયા હતા..









