

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ટ્રાફિક ડ્રાઈવ ને લઈને ફતેપુરા પોલીસ એક્શન મોડમાં આવી છે અને ફતેપુરા નગરમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતી કારોને ઝડપી લઇને આવી કારો ઉપરથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી છે તેમજ ત્રણ સવારી, લાયસન્સ, આર.સી. બુક જેવા ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરાઈ હતી તેમજ વિવિધ બાબતો અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.કે. ભરવાડ દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા.
[wptube id="1252022"]









