GUJARAT

નાંદોદ તાલુકાની શાળાઓમાં “ભારતનું બંધારણ” પુસ્તકની ભેટ આપી શિક્ષકે પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

નાંદોદ તાલુકાની શાળાઓમાં “ભારતનું બંધારણ” પુસ્તકની ભેટ આપી શિક્ષકે પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો

 

નાંદોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સુનીલ ચાવડાએ પુત્રના જન્મ દિવસની કરી અનોખી ઉજવણી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

દેશના વિકાસમાં તેમજ નાગરિકોને આદર્શ સ્થાન અપાવવામાં સિક્ષકો નો મહામૂલ્ય ફાળો રહેલો છે શિક્ષક સારા સમાજનું ઘડતર કરે છે ત્યારે નાંદોદ તાલુકામાં શિક્ષકે પોતાના પુત્રની પ્રથમ બર્થડે અનોખી રીતે ઉજવી છે તેઓએ ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને નાંદોદ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ માં “ભારતનું બંધારણ” પુસ્તકની ભેટ આપી છે

તા. ૨૪ જાન્યુઆરીએ શિક્ષક સુનિલભાઈ ચાવડાના પુત્ર સમર્થનો પ્રથમ જન્મ દિવસ હતો તેઓએ પુત્રના જન્મ દિવસે કંઈક અલગ ઉજવણી કરવા વિચાર્યું તેઓએ નાંદોદ તાલુકાની ૧૩૦ શાળાઓમાં “ભારતનું બંધારણ” પુસ્તક ભેટ કરી અનોખી રીતે પુત્રના જન્મદિનની ઉજવણી કરી ઐતિહાસિક કાર્ય કર્યું છે તેઓ જણાવે છે કે શાળાના બાળકો ભારતનું બંધારણ જુએ જાણે વાંચે અને દેશ માટે આદર્શ નાગરિક બને તેમજ દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવા આશયે આ પ્રેરણાદાયી કાર્યક્રમ કરવામાં આવ્યું છે તેઓના આ સત્કાર્યથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે પણ પ્રભાવિત થયા સિક્ષકના ઘરે રૂબરૂ જઇ બર્થડે બોય સમર્થ ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી શિક્ષકના આ કાર્યને બિરદાવ્યું હતું

કદાચ આ ઘટના નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં પ્રથમ ઘટના હશે કે જન્મ દિવસની ઉજવણીમાં બેફામ પૈસા વેડફવા કરતા વિધાર્થીઓને જીવનના ઘડતર અને દેશની ઉન્નતિ તરફ આગળ લઈ જવા પ્રેરણા સ્ત્રોત રૂપ ” ભારતનું બંધારણ” પુસ્તક ની ભેટ આપવામાં આવી હોય જોકે સિક્ષક સુનીલ ભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ આ કાર્યથી તમામ નાગરિકોએ પ્રેરણા લેવી જોઈએ

[wptube id="1252022"]
Back to top button