ડેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામ પાસે મોટરસાયકલ સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
ડેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામ પાસે આવેલ નર્સરીના વળાંક પર મોટરસાયકલ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ જેમાં ચાલકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ એસ.પી.સાઈન મોટર સાઈકલ નંબર GJ-22-N-4956 ના ચાલક શૈલેષભાઇ પુનીયાભાઇ વસાવા ઉ.વ.આ.૪૦ રહે.ગાજરગોટા તા.દેડીયાપાડા જી.નર્મદા નાઓ પોતાના કબ્જામાની મોટર સાઈકલને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી સ્લીપ ખાઈ જતાં મોટર સાઈકલ ઉપરનો કાબુ ગુમાવતા મોટર સાઈકલ રોડની સાઈડમાં આવેલ ભેખડ સાથે અથડાઈ હતી જેમાં પાછળ બેસેલ ઈસમને પગમાં ઈજાઓ થઈ છે ઉપરાંત ચાલકને ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું છે આ બાબતે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે








