GUJARAT

નવસારી જિલ્લાનાં શ્રી ચાપલઘરા વિભાગ રાજપૂત સમાજ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા મુજબ સમાજ પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ તેના કાર્યક્ષેત્રમાં આવતા ગામોની રાજપૂત સમાજના તેજસ્વી પ્રતિભાઓનું સન્માન કરશે. જે માટે વર્ષ 2022-23 દરમ્યાન જે વિદ્યાર્થીઓએ ધોરણ- 9 થી 12 સુધી અને કોલેજ કક્ષાએ સ્નાતક- અનુસ્નાતક અને બી.ઍડ. તેમજ P.H.D માં સારા ગુણાંક પ્રાપ્ત કરેલ હોય અથવા વર્ષ દરમ્યાન કોઇ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરી હોય તો તેના ગુણપત્રક કે પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ પાછળ નામ,સરનામું,ફોન નંબર સાથે સમાજના શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભુપતસિંહ પરમાર, દિગ્રીમોરા –અનાવલ,. ટ્રેઝરર વિરેન્દ્રસિંહ એમ. રાઠોડ (નરેશભાઈ)- ચાપલધરા ડુંગરી ફળિયાને અથવા સમાજના મંત્રી ધીરજસિંહ સી..પરમાર ને તેમજ જે તે ગામના કારોબારી સભ્યોને તા .30-9-2023 સુધીમાં પહોંચતી કરવી, તેજસ્વી પ્રતિભાઓને સન્માનવાનો કાર્યક્રમ અને દશેરા પર્વની ઉજવણી દશેરા પર્વના દિવસે રાખવામાં આવશે .

[wptube id="1252022"]
Back to top button