વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શહિદ સૈનિકો, સ્વ. પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલા શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ-૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત કુમાર છાત્રાલય કાર્યરત છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક શહિદ સૈનિકો, સ્વ. પૂર્વે સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના માતા-પિતા એ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી નમૂના મુજબનું એડમીશન ફોર્મ મેળવીને સત્વરે જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતના ટેલિફોન નંબર (૦૨૬૧) ૨૯૧૩૮૦/ ૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
[wptube id="1252022"]



