વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને નવસારી સર્કિટ હાઉસ ખાતે સમીક્ષાબેઠક યોજાઇ હતી. જેમાં સિંચાઇ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરી મંત્રીશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું.
સિંચાઈ, અનાજ વિતરણ વ્યવસ્થા વિભાગના અધિકારીઓને મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ. તેમજ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો આપવાની સાથે લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ વી.આઈ.પી. રેફરન્સનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી. અરજદારોના પ્રશ્નોનું નિવારણ લાવવું એ આપણી ફરજ છે જેથી આ બાબતે ગંભીરતા રાખવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત આંગણવાડીઓમાં બાળકોને મળતો પોષણયુક્ત આહાર, સસ્તા અનાજની દુકાનોંથી વિતરણ થતું લાભાર્થીઓને અનાજ વગેરે જનહિત લક્ષી યોજનાની જિલ્લામાં થતી કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
વિવિધ કામોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. સિચાઇ વિભાગના કામો પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમા જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, સિંચાઇ વિભાગ ના અધિકારીશ્રીઓ, અન્ન નાગરિક પુરવઠાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.









