નર્સિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં તાલુકા પંચાયત પ્રથમ

રિપોર્ટર….
અમીન કોઠારી
મહિસાગર
*નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ પ્રથમ*

*નરસીંગપુર પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ ઝળકશે*

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર માર્ગદર્શિત, તાલુકા શિક્ષણ સમિતિ સંતરામપુર અને બ્લોક રિસોર્સ સેન્ટર સંતરામપુર આયોજિત સંતરામપુર તાલુકાનું તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નાની સરસણ પ્રાથમિક શાળા ખાતે સંપન્ન થયું જેમાં સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળાએ વિભાગ 3 અને વિભાગ 4 માં ભાગ લીધેલ. જે પૈકી વિભાગ 3 “ખેતી” માં માર્ગદર્શક શિક્ષક શ્રી લખમણભાઇ ખરાડીના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિક અક્ષત ખરાડી ધોરણ 6 અને રોહિત રાવળ ધોરણ 8 દ્વારા બનાવેલ “ઓર્ગેનિક ખેતી” નાં જીવંત મોડેલ રજૂ કરેલ. તમામ મુલાકાતી શિક્ષકો અને બાળકો તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી માનનીય ડૉ.અવની બા મોરી મેડમે તથા સંઘના હોદ્દેદારોએ સ્ટોલની મુલાકાત લીધેલ. સદર કૃતિએ પસંદગી સમિતિ અને નિર્ણાયકોના વિવિધ પ્રશ્નોત્તરીમાં પોતાની શ્રેષ્ઠતા બતાવતા કૃતિને જિલ્લા કક્ષા માટે પસંદ કરવામાં આવેલ. બાળ વૈજ્ઞાનિકો અને શાળાને શિલ્ડ, પ્રમાણપત્ર તથા શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. શાળાની સિદ્ધિ બદલ શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ નરસીંગપુર, શ્રી ભરતભાઈ પટેલ, સી.આર.સી કો પાદરી ફળિયા અને શ્રી ડૉ. ઘનશ્યામભાઈ આર. યાદવ, બી. આર.સી કો. ઓ સંતરામપુર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી.









