GUJARATNANDODNARMADASAGBARA

Narmada : નર્મદા જિલ્લાના સેલંબામાં દુકાનો લુંટી સળગાવી દેનારા ૨૧ ઈસમો સામે ફરિયાદ કરનાર યુવાન ઉપર જીવલેણ હુમલો

નર્મદા જિલ્લાના સેલંબામાં દુકાનો લુંટી સળગાવી દેનારા ૨૧ ઈસમો સામે ફરિયાદ કરનાર યુવાન ઉપર જીવલેણ હુમલો

સાગબારા સેલંબા ની વચ્ચે મોટરસાયકલ ઉપરથી પોતાની દીકરી સાથે પસાર થતાં ફરિયાદ કરનાર યુવાન ઉપર ચપ્પુ ના ઘા ઝીંકાયા

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં ગણેશ વિસર્જન ના બીજા દિવસે નીકળેલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આયોજિત શોર્ય યાત્રા દરમિયાન સેલંબાની બજારમાં દુકાનોમાં લૂંટફાટ કરી દુકાનોને આગજની કરનારા 21 ઈસમોની ઓળખ કરી તેમની સામે નામ જોગ ફરિયાદ નોંધાવનારા દુકાનદાર ઉપર આજરોજ સાંજના તે પોતાની દીકરી સાથે મોટરસાયકલ ઉપર સવાર થઇ સેલંબા થી સગબારા તરફ જતા તેને માર્ગ મા આંતરી તેના પર ચપ્પુના ઘા ઝીંકી  હુમલો થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબા ના બજારોમાં દુકાનોમાં લૂંટફાટ કરી દુકાનો માં આગ ચાંપનાર  21 ઈસમો સામે સેલંબામાં મોબાઇલની દુકાન ધારક વસીમ શેખ નામના યુવાને ફરિયાદ નોંધાવી છે ત્યારે આ યુવાનને મોબાઈલ ફોન ઉપર સોપારી આપી તેની હત્યા કરવાની ધમકી અપાઈ રહી છે, જે બાબતની ફરિયાદ આ યુવાને પોલીસ મથકમાં પણ કરી છે આ ઉપરાંત આ યુવાન આજ રોજ સાંજે લગભગ ચાર પાંચ વાગ્યાના સુમારે પોતાની સાત આઠ વર્ષ ની દીકરી સાથે સેલંબા થી સાગબારા તરફ ધનસેરાવાળા  રસ્તા તરફથી જતા સેલંબા પાસેની ઇંગલિશ મીડીયમ સ્કુલ ની સામે બે હુમલાખોરો એ તેને આંતરી તેના ઉપર ચપ્પુના  ઘા ઝીંકી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને હુમલા ની વિચિત્રતા તો એ હતી કે તેની સાથેની તેની માસુમ બાળા  પોતાના પિતાને હુમલાખોરો માર મારતા જોતા વચ્ચે પડતા તેના ઉપર પણ ચપ્પુથી હુમલાખોરો એ હુમલો કર્યો હતો અને તેને પણ ઇજાગ્રસ્ત કરી હતી. હુમલો કરી હુમલાખોરો ફરાર થયા હતા  ઇજાગ્રસ્ત યુવાનને દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેના શરીર ઉપર હાથ પર ચપ્પુ ના ઘા ઝીંક્યા હોય યુવાન હાલ દવાખાના માં સારવાર હેઠળ છે.

[wptube id="1252022"]
Back to top button