
તા.૧૯.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ શહેરમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે થી પસાર થઈ રહેલ ટ્રેનની અડફેટે 35 વર્ષીય અજાણ્યા યુવક ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઇજાઓને પગલે અજાણ્યા યુવકનું મોત નીપજનો જાણવા મળે છે.
ગત તારીખ 14મી સપ્ટેમ્બર ના રોજ દાહોદ રેલવે સ્ટેશન યાર્ડ તરફ પસાર થઈ રહેલી હઝરત નિઝામુદ્દી દુરંતો એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં 35 વર્ષીય અજાણ્યા યુવક આવી જતા તેને હાથે, પગે, શરીરને તેમજ માથાના ભાગે ગંભીર જીવલણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દાહોદ રેલવે પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતક યુવકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
આ સંબંધે દાહોદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતના બનાવદાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]









