DAHODGUJARAT

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળા આદર્શ ઉત્તરવહી લેખન માટેની સમજૂતી સાથે આદર્શ ઉત્તરવહી નમૂનાઓનું નિદર્શન

તા.૨૧.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળા આદર્શ ઉત્તરવહી લેખન માટેની સમજૂતી સાથે આદર્શ ઉત્તરવહી નમૂનાઓનું નિદર્શન

પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૩ ની તૈયારીના ભાગરૂપે
શિક્ષણ કાર્ય અને પરીક્ષા પદ્ધતિના અંતિમ અને મૂલ્યાંકન માટેના માપદંડની વિશિષ્ટ ઓળખ સમાન ઉત્તરવહી
(જવાબ પેપર ) લેખન કૌશલ્ય.
વિદ્યાર્થીઓ ચોકસાઈ સાથે વધુ સતેજ થઈ લેખિત પરીક્ષા ની પેપર સ્ટાઇલને આગવી કુનેહથી વિદ્યાર્થીઓ લખતા થાય તે હેતુસર પુંસરી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બધાં જ વિષયોની આદર્શ ઉત્તરવહી તૈયાર કરી નિદર્શન કરવામા આવ્યું હતું.
સાથોસાથ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ની શ્રેષ્ઠ ઉત્તરવહી નું નિદર્શન પણ કરવામાં આવ્યું.
આ કાર્ય પ્રયોજન થી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ઉત્તરવહી લખવા માટેનું કૌશલ્ય કેળવે અને ગુણભાર વધુ મેળવે તેવી ઇચ્છા શક્તિ સાથે શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આશા અને વિશ્વાશ સાથે વિદ્યાર્થીઓ કેળવણીના પથ પર ભવિષ્યમાં આવતી તમામ પરીક્ષા દરમિયાન શ્રેષ્ઠકર અને પ્રગતિશીલ રહી ઉત્તરોત્તર સફળતા મેળવે,વિદ્યા અભ્યાસ અને જીવનમાં ઉચ્ચ શિખર સર કરે તેવી અભ્યર્થના.

[wptube id="1252022"]
Back to top button