
તા.૨૬.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દાહોદ જિલ્લાના પીપલોદ ખાતે રિજિયન સ્ટાફ મીટીંગ રાખવામાં આવી હતી
સ્ટાફ મીટીંગ નું આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન રિજીયન 8, ઝોન વન અને ટુ ની રેજિયન સ્ટાફ મીટીંગ પ્રિસાઇડિંગ ઓફિસર રિજીયન ચેરમેન લાયન અનિલ અગ્રવાલ દ્વારા ઘનશ્યામ હોટલ પીપલોદ ખાતે સાંજે 7:00 વાગે રાખવામાં આવ્યા હતા મીટીંગ કોલ ટુ ઓર્ડર દ્વારા શરૂ કરવામાં આવી રાષ્ટ્રધ્વજ વંદના ઝોન ચેરમેન લાયન જયકિશન જેઠવાણી દ્વારા કરવામાં આવી આવેલ મહાનુભાવોનું સ્વાગત રીજીયન ચેરમેન લાયન અનિલ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું ઝોન એક ઝોન ચેરમેન લા જયકિશન જેઠવાણી અને ઝોન 2 ના ઝોન ચેરમેન લા ગૌતમભાઈ જોશી દ્વારા ત્રણ મહિનાનો રિપોર્ટ આપવામાં આવ્યો ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લા યુસુફી કાપડિયા અને લાયન મહેન્દ્ર જૈન, ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર લાયન જવાહર અગ્રવાલ દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું મેમ્બરશીપ ડિસ્ટ્રિક્ટ ચેરમેન સત્યેન્દ્રસિંહ સોલંકી દ્વારા મેમ્બરશીપ ગ્રોથ માટે માહિતી આપવામાં આવી હતી ખૂબ ઉત્સાહી ડિજિટલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ જે એફ લાયન વિજયસિંહ ઉમટ દ્વારા માર્ગદર્શન અને આશિર્વચન આપવામાં આવ્યું આભાર વિધિ રિજીયન સેક્રેટરી લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી આ પ્રસંગે દાહોદ ,ઝાલોદ લીંબડી , સંજેલી, ગોધરા, હાલોલ ની વિવિધ કલબના પ્રમુખ ,મંત્રી ,ખજાનચી ઉપપ્રમુખ, ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને કેબિનેટ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિજીયન ચેરમેન લાયન અનિલ અગ્રવાલનનો જન્મદિવસ હોય કેક કાપીને તમામ લાયન્સ મેમ્બરો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી









