ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : નારી વંદન ઉત્સવ અંતર્ગત અરવલ્લી કલેકટર કચેરી ખાતે “કોફી વિથ કલેકટર” કાર્યક્રમ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : નારી વંદન ઉત્સવ અંતર્ગત અરવલ્લી કલેકટર કચેરી ખાતે “કોફી વિથ કલેકટર” કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટરએ સંવાદ કર્યો

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

અરવલ્લી જિલ્લા ખાતે કલેકટર કચેરીમાં ‘નારી વંદન ઉત્સવ 2023’ અંતર્ગત ‘કોફી વિથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો. જેમાં અરવલ્લી જિલ્લાની શાળાઓમાંથી અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓએ કલેકટર પ્રશસ્તિ પારીક સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો, જેમાં વિદ્યાર્થીઓએ અનેક પ્રકારના સવાલો તેમને મૂંઝવતા પ્રશ્નો કલેકટરને પૂછ્યા,વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નોના જવાબ કલેક્ટરએ સહજતાથી આપ્યા હતા.બાળકીઓને IAS & IPS બનાવા વિશે પ્રશ્નો પૂછતાં તેઓએ પોતાના અંગત અભિપ્રાયો તેમની સાથે પ્રગટ કરીને બાળકોમાં પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું અને બાળકીઓને ઉત્સાહ પૂર્વક,તણાવમુક્ત રીતે અભ્યાસ કરવા સાથે રમત-ગમત પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button