થાનગઢના મોરથળામા યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવી સુત્રોચ્ચાર કર્યા.

તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં મોરથળા ગામે ભાજપના એક કાર્યક્રમમાં થાન ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવીને નારાબાજી સાથે હુરિયો બોલાવી વિરોધ કરવામાં આવેલ હતો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનાં મોરથળા થાનમાં ભાજપનો એક કાર્યક્રમ યોજાયેલ હતો ચોટીલા ધારાસભ્ય સહિતનાં આગેવાનો ઉપસ્થિત હતા આ કાર્યક્રમમાં એકાએક ક્ષત્રિય સમાજ થાનગઢ દ્વારા કાળા વાવટા ફરકાવી અને રૂપાલા હાઈ હાઈના નારા સાથે હુરિયો બોલાવતા ઘસી જતા લોકોમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી ક્ષત્રિય સમાજમાં પરષોત્તમ રૂપાલાનો તેમણે કરેલ ટીપ્પણીનો ઉગ્ર વિરોધ થયો છે સમગ્ર સમાજની હાલમાં એક જ ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે જીલ્લા ભાજપ પ્રમુખ ક્ષત્રિય સમાજના યુવાન છે ત્યારે થાન ચોવીસીમાં ક્યાંય પણ ભાજપનો કાર્યક્રમ હશે તો તેનો લોકશાહીની ઢબે વિરોધ કરવામાં આવશે તેવું આગેવાનોએ નિવેદન આપતા ખૂબ ગંભીર નોંધ લેવાયેલ છે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને પક્ષના વલણ સામે સમાજ મેદાનમાં ઉતરેલ છે રૂપાલાની ઉમેદવારી રદથી ઓછું કંઇ ખપતું નથી ત્યારે આ વિરોધ અન્ય બેઠકો ઉપર પણ અસર કરશે તેવું વલણ દેખાય રહેલ છે થાનગઢ પોલીસે કાળા વાવટા સાથે હાય હાયનો હુરિયો બોલવનાર 15 થી વધુ લોકોની અટકાયત કરી હતી જો કે ક્ષત્રિય સમાજ દ્વારા આ લડત ચાલુ રહશે અને ઉગ્ર વિરોધ નાના ગામડાથી મોટા શહેરો સુધી સમાજની રણનીતિ મુજબ કરવામાં આવશે તેવું વાવટા ફરકાવનારોએ મિડીયાને જણાવ્યું હતું.





