AHAVADANGGUJARAT

તા.15 ઓક્ટોબરે યોજાનાર પરીક્ષા સંદર્ભે ડાંગ જિલ્લા કલેક્ટરકશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષા બાબતે સુચારૂ આયોજન જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ બેઠકમા જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ઉભી કરવા જિલ્લા કક્ષાનુ વ્યવસ્થા તંત્ર ઉભુ કરવુ, શાંતિપુર્ણ માહલોમા પરીક્ષા યોજવા, પરીક્ષા સંદર્ભેનુ જાહેરનામાનો સંપુર્ણપણે પાલન કરાવવા તેમજ જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ સુવિધાઓ સાથે સુચારૂ આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી મહેશ પટેલે વહિવટી તંત્રના અધિકારીશ્રીઓને અપીલ કરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક શ્રી સંજયભાઇ પાટીલે જણાવ્યુ હતુ કે, પરીક્ષા સંદર્ભે કોઇ અસામજિક તત્વો દ્વ્રારા વિધ્નો ઉભા ન કરવામા આવે તેમજ, જાહેરનામાનો ભંગ ના થાય તેમજ, પોલીસ સુરક્ષા પુરી પાડવા ઉપરાંત દરેક બ્લોક દિઠ 108 ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે સુનિચ્છિત કરવા જણાવ્યુ હતુ.

પરીક્ષા તંત્રમા રોકાયેલા તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓને પરીક્ષા સંદર્ભેની ગાઇડલાઇન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ દ્વારા ચિતાર આપવામા આવ્યો હતો. ઉપરાતં પરીક્ષા આયોજન તેમજ વ્યવસ્થા જળવાઇ રહે સાથે જ દરેક કેન્દ્રો પર સી.સી.ટી.વી કેમેરા કાર્યરત છે કે નહી, તે સુનિચ્છિત કરવા શ્રી દેશમુખે જણાવ્યુ હતુ.

આ બેઠકમા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ જોષી, નવનિયુક્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલભાઇ પટેલ, અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ તેમજ પરીક્ષા કેન્દ્રોના આચાર્યાશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button