
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પ્રા. શૈ. મહાસંઘનાં હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા ધારાસભ્ય એવમ ગુજરાત રાજ્યના મુખ્ય ઉપદંડકવિજય પટેલને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
ડાંગ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ તેઓનાં પડતર પ્રશ્નોની માંગણી તથા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્ય ઉપદંડક વિજય પટેલ તથા વઘઈ તાલુકા પ્રમુખને સંબોધતું આવેદનપત્ર પાઠવી ઉકેલ માટે રજુઆત કરી હતી.આ પ્રસંગે ડાંગ શૈક્ષણિક મહાસંઘનાં અધ્યક્ષ હરેશભાઈ,ઉપાધ્યક્ષ મિલનભાઈ સંગઠન મંત્રી વિનોદભાઈ, વઘઈ તાલુકાના અધ્યક્ષ મનહરભાઈ,આહવા તાલુકા અધ્યક્ષ હેમંતભાઈ, સુબીર તાલુકા અધ્યક્ષ રશ્મિનભાઈ સહીત વઘઈ તાલુકા સંગઠનનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…
[wptube id="1252022"]





