DAHOD

ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે મારુતિ ઇકોના ચાલક દ્વારા બે મોટર સાયકલને અડફેટે લઇ ગાડી મૂકી નાશી છુટ્યો 

તા.16.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે મારુતિ ઇકોના ચાલક દ્વારા બે મોટર સાયકલને અડફેટે લઇ ગાડી મૂકી નાશી છુટ્યો

બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યાર બાદ બન્નેના મોત

ઝાલોદ નગરના નાનસલાઈ થી લીમડી જતાં એચ.પી પેટ્રોલપંપની સામે મારુતિ કંપનીની ઇકો ગાડી GJ-06-KD-6029 ના ચાલક દ્વારા ગફલત રીતે પૂરપાટ ગાડી ચલાવતા ફરિયાદી જીતુભાઇની મોટરસાયકલ GJ-20-H-2310 તેમજ GJ-1-TA-53 ને ટક્કર મારી જીતુભાઈ તથા અર્ચિતને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગાડી સ્થળ પર મૂકી નાશી ગયેલ છે. આ અંગે કાળુભાઈ બચુભાઈ ડામોર દ્વારા ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇકો ચાલાક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button