
મોરબી જાનકી એપાર્ટમેન્ટમાં પાર્કિંગ એરિયામાં આગ લાગી

મોરબીના રવાપર બોની પાર્કમાં આવેલ જાનકી એપાર્ટમેન્ટમાં આજે આગ લાગી હતી જેથી ફાયર ટીમ પહોંચી હતી એપાર્ટમેન્ટના પાર્કિંગ એરિયામાં આગ લાગતા બધા લોકોને એસેમ્બલી પોઈન્ટમાં ઉતારી લેવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાની માહિતી ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત થઇ છે તો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી

જોકે મોરબીમાં અનેક બહુમાળી ઈમારતો જોવા મળે છે જયારે ફાયર ટીમ પાસે ૩ થી ૪ માળ સુધી આગ બુઝાવી શકવાની જ ક્ષમતા છે છતાં બહુમાળી ઈમારતોને મંજુરી કેમ મળે છે કે પછી મંજુરી વિના જ ઈમારતો ખડકી દેવાય છે તે સવાલ મહત્વનો છે તો જે એપાર્ટમેન્ટમાં આગ લાગી તે જાનકી એપાર્ટમેન્ટમાં જ ફાયર સીસ્ટમ લગાવેલ નથી ત્યારે આવા કેટલા જોખમી બિલ્ડીંગ મોરબીમાં છે તેનો સાચો આંક કોઈ પાસે નથી જોકે ક્યારેક વિકરાળ આગ લાગી ત્યારે જોયા જેવી સ્થિતિ સર્જાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી








