
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યાની શુભ ઘડીમાં રાજ્યમંત્રીઓમાં મુકેશભાઈ પટેલ અને કુંવરજીભાઇ હળપતિ દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે કારસેવકોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવતા કાર સેવકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી ‘વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો.આ યાત્રા ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર ખાતે પહોંચતા વઘઇ ગ્રામજનો દ્વારા વન સેતુ ચેતના યાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.પ્રભુશ્રી રામનાં ચરણોથી પાવન થયેલ ધરતી એવી દંડકારણ્ય ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાંથી અગાઉ અયોધ્યામાં રામ મંદિરને લઈને કાર સેવકો ગયા હતા.આ કાર સેવકોનું વન સેતુ યાત્રામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વન રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તથા આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ડાંગ જિલ્લાનાં જાન્યાભાઈ નવસુભાઈ ચૌધરી ગામ:કુંડા તેમજ બાળુભાઈ મોહનભાઈ ગાવિત રહે. સિલોટમાળને શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.પ્રભુ શ્રીરામનાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભ ઘડીને 1 દિવસ બાકી છે.આયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ડાંગ જિલ્લામાં ગામેગામ અને ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવી હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણીનું આહવાન કરાયુ છે.ત્યારે અયોધ્યા સાથે નાતો ધરાવનાર ડાંગનાં આ કારસેવકોનું મંત્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવતા આ કાર સેવકો સહીત શ્રીરામ ભક્તોમાં પ્રભુ શ્રીરામ બિરાજશેની સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.





