જૂનાગઢ જિલ્લામાંં નવ જેટલી મોબાઈલ વેટેનરી યુનિટ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લામાંં નવ જેટલી મોબાઈલ વેટેનરી યુનિટ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં નવ મોબાઈલ વેટેનરી યુનિટ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ આધુનિક મોબાઈલ વેટેનરી યુનિટ જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામોમાં વસતા અબોલ પશુઓને આરોગ્ય અને ઈમરજન્સી સેવા મળી રહે તેવા આશયથી શરૂ કરવામાં આવેલી છે. ઇ. એમ. આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ડૉ. તાલીબ હુસેન દ્વારા મળેલ માહિતી મુજબ હાલ જૂનાગઢ જિલ્લા ખાતે કુલ ૧૮ જેટલી મોબાઈલ વેટરનરી યુનિટ વાહન કાર્યરત છે.
જેમાં નવ જેટલી મોબાઈલ વેટેનરી યુનિટનો ઉમેરો થતા આવનાર દિવસોમાં કુલ 27 જેટલી મોબાઈલ વેટરનરી યુનિટ વાહન કાર્યરત રહેશે જે જુનાગઢ જિલ્લાના અંદાજિત 270 થી વધુ ગામોના ખેડૂતોને અથવા પશુપાલન વ્યવસાય કરતા ખેડૂતોને આશીર્વાદરૂપ પુરવાર થશે.
આ શુભ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ પશુપાલન મંત્રી અને હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પારેખ, સાવજ ડેરીના પ્રમુખ દિનેશભાઈ કટારીયા, ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા તથા વહીવટી તંત્ર ટીમ દ્વારા જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે લીલી ઝંડી આપી નવી 9 મોબાઈલ વેટરનરી યુનિટ ને ખુલ્લી મુકવામાં આવી.





