DAHOD

ઝાલોદ પોલિસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન મોટર સાયકલ પર વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓને ઝડપી પડાયા 

તા.૦૭.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ પોલિસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન મોટર સાયકલ પર વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓને ઝડપી પડાયા

56960 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પડાયો તારીખ 06-05-2023 શનિવારના રોજ આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસે રોડ પર પોલિસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વાહનની ચેકીંગની કામગીરી કરતા હતા તે સમયે હોન્ડા કંપનીની સાઇન મોટેર સાયકલ જેનો નંબર GJ.20.BD.2227 નંબરની ગાડી પર બે વ્યક્તિઓના થેલા ચેક કરતા ઇંગ્લીશ બનાવટની દારુ બિયરની બોટલો મળી આવી હતી મોટર સાયકલ પર સવાર બે વ્યક્તિઓ પાસેથી પોલિસ દ્વારા 56960 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ હતો. ઝાલોદ પોલિસ દ્વારા પકડાયેલ બંને ઈસમ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button