જામનગરમાં બંધ મકાનમાંથી રોકડ દાગીના ચોરાયા
લોખંડની ટંકનું તાળુ તોડી રૂા.26 હજાર રોકડા અને એક વીંટીની ચોરી : રૂા.46000 ની માલમતા ચોરી ગયા : પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તપાસ
જામનગર( નયના દવે)
જામનગર શહેરના મોટી હવેલી શેરીમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ રૂમમાં પ્રવેશ કરી રૂા.16000 ની કિંમતના ચલણી સીક્કા અને રૂા.10 હજારની રોકડ રકમ તથા સોનાની વીટી સહિતની રૂા.46 હજારની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોટી હવેલી શેરી કાજીના ચકલા વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્રભાઈ મણિલાલ શાહ નામના પ્રૌઢના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને રૂમમાં રાખેલી લોખંડની ટંકનું તાળુ તોડી તેમાંથી રૂા.16000 ના સીક્કા અને રૂા.10 હજારની ચલણી નોટ તથા રૂા.15000 ની કિંમતની પાંચ ગ્રામ સોનાની વીટી તેમજ રૂા.પાંચ હજારની કિંમતની ચાંદીના સીક્કા સહિત રૂા.46000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ વી આર ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગર શહેરમાં યુવાનની અગમ્યકારણોસર આત્મહત્યા
જામનગર શહેરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા યુવાને અગમ્યકારણોસર તેના ઘરે દોરી તથા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સિધ્ધાર્થનગર શેરી નં.1 માં રહેતા શૈલેષભાઈ તેજાભાઈ સાગઠીયા (ઉ.વ.34) નામના યુવાને સોમવારે સવારના સમયે તેના ઘરે છાપરામાં પોતાના હાથે દોરી તથા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની સવજીભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે જીવણટભરી તપાસ આરંભી હતી.
[wptube id="1252022"]





