ગાંધીધામ તાલુકાની ગળપાદર કન્યા શાળામાં શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ગણપતિ બાપ્પાનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો.

21-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકાની ગળપાદર કન્યા શાળામાં શાળાના શિક્ષકો દ્વારા શાળાના બાળકોનો ઉત્સાહ વધારવા નવી પહેલ શરૂ કરવામાં આવી.જેમાં હાલે ગણપતિ બાપ્પાની મહોત્સવ જોર – શોરથી ચાલી રહ્યો છે ત્યારે ગળપાદર કન્યા શાળામાં શિક્ષકો અને બાળકો દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિ જાતે જ બનાવી શાળામાં ગણપતિ બેસાડી દરરોજ શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા આરતી કરવામાં આવે છે.તેમાં આજે ગળપાદર કન્યા શાળામાં ગણપતિ બાપ્પાની આરતીમાં ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ, અને શાળાના આચાર્ય અને કચ્છ જિલ્લાના H -TAT ના હોદ્દેદાર નટવરભાઈ ચૌધરી તેમજ ગળપાદર કન્યા શાળાના તમામ સ્ટાફ અને શાળાના તમામ બાળકોએ આ આરતીનો લ્હાવો લીધો.તેમજ શાળામાં આવી નવી પહેલ કરી શાળાના તમામ શિક્ષકો દ્વારા શાળાના બાળકોના ભેદભાવ દૂર થઈ બાળકો એકબીજાની નજીક આવે તેમજ બાળકોમાં આવી પ્રવુતિ કરી બાળકોમાં ઉત્સાહ વધારવા બદલ ગળપાદર કન્યા શાળાના તમામ શિક્ષકોને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.