
અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:34 વાગ્યે પશ્ચિમ કામેંગ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી અને તે 33 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાની અહેવાલ નથી. પશ્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
[wptube id="1252022"]