GUJARATJUNAGADHKESHOD

કેશોદ નજીક ગાદોઈ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વધારો દુર કરવા ઉઠી માગ, પાંચ વર્ષ પહેલાં સતાધારી પક્ષ દ્વારા આપેલી ખાત્રી પોકળ સાબિત થઈ હતી

કેશોદ નજીક આવેલાં ગાદોઈ ટોલ પ્લાઝા પર થોડાં દિવસો પહેલાં ટોલ ટેક્સ માં વધારો થતાં કેશોદ ની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતાં પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયા એ લેખિતમાં રજૂઆત કરી અસહ્ય વધારો પરત ખેંચવા માંગ કરી છે. કેશોદ નજીક આવેલાં ગાદોઈ ટોલ પ્લાઝા પર વીસ કિલોમીટર ત્રિજ્યા માં આવતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી માંગ પાંચેક વર્ષ પહેલાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કરી આંદોલન શરૂ કરવા ચિમકી આપી હતી ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સુત્રોચ્ચાર, ચક્કાજામ નાં કાર્યક્રમ બાદ સતાધારી પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી બાદ એક માસમાં ટોલ ફ્રી કરાવી આપવાની ખાત્રી આપી હતી જે પોકળ પુરવાર થઈ હતી ત્યારે ફરીથી વધારો લાગુ કરવામાં આવતાં વિરોધ ઉઠી રહ્યો છે. થોડા સમય બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ફરીથી ટોલ ટેક્સ નો વિવાદ ઊભો થયો છે ત્યારે વાહનચાલકો ને રાહત મળશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

રિપોર્ટ : – અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button