GUJARAT

તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

 

૧૮-દેશના ૩૪ અને ભારતના ૧૭ મળી કુલ ૫૧ પતંગબાજોના અવનવા કરતબો સ્ટેચ્યુ ઓફ યુવિટી રેવાના તીરે વ્યૂ-પોઈન્ટ ખાતે જોવા મળશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં આયોજન સાથે સંકળાયેલા જુદા-જુદા વિભાગોને સોંપાયેલી કામગીરી-જવાબદારીઓ અને ફરજો સંદર્ભે વાકેફ કર્યા હતા. ગત વર્ષે સુંદર આયોજન થયું હતું તેજ પ્રમાણે આ વર્ષે પણ લગન અને નિષ્ઠાથી કાર્યક્રમ પાર પાડવા અનુરોધ કર્યો હતો. આ ઉજવણીમાં વિદેશના પતંગબાજોને કાયમી યાદગાર બની રહે તે રીતે સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪” પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. તેમની રહેવા-જમવાની અને આનુસાંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, લાઈટ-પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી.

 

આ વર્ષે ૧૮ દેશના ૩૪ અને ગુજરાત સહિત ભારતના ૧૪ મળી કુલ ૫૧ પતંગબાજો એકતાનગર ખાતે પતંગ મહોત્સવમાં સ્થાનિક પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં સહભાગી બનશે અને એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડુ કરશે. જે દ્રશ્ય અદભૂત અને અવિશ્મરણીય બની રહેશે.

[wptube id="1252022"]
Back to top button