
૧૦-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- 9 /10/ 2023 ના રોજ ગાંધીનગર મુકામે કચ્છની વર્ષોથી રહેતી આવી શિક્ષક ઘટની સમસ્યાના કાયમી ઉકેલ માટેની રજૂઆત કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે કચ્છના સાંસદ શ્રી, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તેમજ પાંચ ધારાસભ્યોએ કચ્છમાં શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ એ માત્ર સ્થાનિક ભરતીમાં રહેલો છે તેવું મુખ્યમંત્રીશ્રીને ભારપૂર્વક કહ્યું અને કચ્છની સ્થાનિક ભરતી માટેનો માર્ગ મોકળો કરવા રજૂઆતો કરી. આ તકે કચ્છ ટાટ ગ્રુપ ના પ્રમુખ તખતસિંહ સોઢાએ પણ પ્રતિનિધિ મંડળ સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રી ની પ્રેરક વિશેષ ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી (રાજય) પ્રફુલભાઈ પાનસેરીયાએ કચ્છની શિક્ષક ઘટની સમસ્યાનો હકારાત્મક ઉકેલ લાવશું તેવી ખાતરી આપી.હરજીવન ગંગુભાઈ ખોયલા અને મનુભાઇ મહેશ્વરીએ ક્ચ્છ યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફને કાયમી કરવા માટે રજૂઆત કરેલ હતી. કચ્છ યુનિવર્સિટીના નોન ટીચિંગ સ્ટાફની કાયમી ભરતી બાબતના મુદ્દા પર પણ મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક ઉકેલ આવશે એવી ખાતરી આપી હતી.કચ્છના શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ઉકેલએ કચ્છની સ્થાનિક ભરતીમાં જ રહેલો છે તેવું કચ્છ ટાટ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી લેખિતમાં રજૂઆતો અને ગાંધીનગર મુકામે રૂબરૂ મળીને કરતું આવ્યું છે અને અગાઉ પણ ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીની આગેવાનીમાં અગાઉ પણ આ બાબતની રજૂઆતો થઈ ચૂકી છે, આશા રાખીએ કે હવે આ વખતે કચ્છને સ્થાનિક ભરતીનું પ્રાવધાન થાય અને કચ્છની શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે.










